About Me

આવી હશે 100 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે તેની ખાસિયત । 100 rs new note release in rbi India

આવી હશે 100 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે તેની ખાસિયત
                   
         ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ટુંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર હાલના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રીય બેન્ક તરફથી જારી કરેલા નિવેદન પ્રમાણે આ નવી નોટના પાછળના ભાગે ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત 'રાણીની વાવ'નું ચિત્ર હશે. 'રાણીની વાવ' એક સ્ટેપવેલ છે, નોટ પર તેના ચિત્રની કોતરણી કરીને ભારતની વિરાસતને દેખાડવામાં આવશે
        આ નોટનો કલર લવેન્ડર હશે. આ બેન્કની સાઈજ 66mm X 142 MM હશે. જો કે નવી નોટ બજારમાં આવશે પરંતુ જૂની નોટ પણ ચાલુ જ રહેશે. આ ઉપરાંત આરબીઆઈએ જાહેરાત કરી છે કે આગામી સમયમાં કોઈ પણ નવી નોટ છાપવામાં આવશે તો તેના પર હેરિટેજ પ્લેસનો ફોટો મુકવામાં આવશે. જેના કારણે હેરિટેજ જગ્યાઓ લોકો જોવા જાય અને તેનું મહત્વ સમજે. આ સાથે જ બેન્કે એ પણ કહ્યુ કે નવી નોટ જાહેર કર્યા બાદ તેની સપ્લાય ઝડપથી કરવામાં આવશે.
                 શું હશે ખાસિયત
1 અંકોમાં 100 નીચેની તરફ લખેલું હશે.
2 દેવનાગરી લીપીમાં 100 વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજુ લખેલું હશે.
3 મધ્યમા ગાંધીજીની તસ્વીર હશે.
4 માઈક્રો લેટર્સમાં 'RBI', 'INDIA' અને '100' લખેલું હશે.
5 મહાત્મા ગાંધીજીની તસ્વીરની જમણી બાજુ પ્રોમિસ ક્લોજ હશે અને તેની નીચે ગવર્નરની સહી હશે.
6 જમણી બાજુએજ અશોક સ્તંભ હશે.

Post a Comment

0 Comments